Gujarat| By Sandesh Team | Published: Jun 29, 2026 10:21 pm
વૈકલ્પિક ફ્લાઇટની મુસાફરોએ માંગ કરી
દિલ્હીથી રાજકોટ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2537માં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.વિમાનમાં ટેક-ઓફ પહેલા જ એસી (AC) સિસ્ટમમાં ગંભીર ખામી સર્જાતા અંદરનું તાપમાન વધી ગયું હતું, જેને કારણે ગભરાયેલા પેસેન્જરોને તાત્કાલિક અસરથી વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા બાદ પેસેન્જરોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.
લાંબા સમય સુધી એરપોર્ટ પર અટવાઈ રહેલા મુસાફરોએ વહીવટીતંત્ર સામે હોબાળો મચાવ્યો હતો અને એરલાઈન્સના મેનેજમેન્ટ પાસે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.હાલમાં આ મામલે એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે.
વિમાનમાં ખામી સર્જાવા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોને થતી અગવડતાને ધ્યાનમાં રાખીને તપાસ પૂર્ણ થયા બાદ જ આગામી કાર્યવાહી કરવામાં આવશે અને મુસાફરોને તેમના સ્થાન સુધી પહોંચાડવા માટે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની સંભાવના, 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Arvalli : મોડાસા કોલેજ રોડ પર મહિલાની છેડતીનો પ્રયાસ, યુવતીએ બૂમો પાડતા જ સોસાયટીના લોકોએ શખ્સને બરાબરનો ઝૂડ્યો
વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર
Vadodara : કરજણમાં સરપંચ પતિનો પાવર, "ગામનો વહીવટ તો હું જ કરીશ, TDO મેડમને કહી દેજો જાવ"
Kapadvanj : બ્લાસ્ટ કેસમાં FSL રિપોર્ટમાં મળ્યા ઘાતક કેમિકલ, મુખ્ય આરોપી મિતુલ પટેલ હજુ પણ ફરાર, SOG એક્શનમાં
Monsoon માં ફરવાનું વિચારી રહ્યા છો? તો આ સ્થળોએ જવાનું ટાળજો નહીં તો…
Guru Asta 2026: જુલાઇમાં બૃહસ્પતિ ગુરૂ થશે અસ્ત, આ રાશિએ જરા સંભાળવુ
Monaco Blast News: યુક્રેનિયન ઉદ્યોગપતિને બનાવાયુ નિશાન, શંકાસ્પદ બેગ છોડી ભાગ્યો હુમલાખોર!
Iran Crisis : ઈરાન યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટર પ્લાન, દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસની નહીં થાય અછત
Tamil Nadu : CM વિજયની સરકાર માટે સારા સમાચાર,VCK પાર્ટીએ પણ છોડ્યો DMKનો સાથ
Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની સંભાવના, 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Leave a Reply